મહેસૂલ વિભાગના સંદર્ભ (૧) હેઠળના ઠરાવથી મહેસૂલ વિભાગ હસ્તકના મહેસૂલી તલાટીઓ માટે, તેમજ સંદર્ભ (૨) હેઠળના ઠરાવથી પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હસ્તકના તલાટી-કમ-મંત્રીઓ માટે જોબ-ચાર્ટ નિયત કરવામાં આવેલ છે. મહેસૂલી તલાટી અને પંચાયત મંત્રીની જોબ-ચાર્ટ નિયત કરવાની કામગીરીમાં, પંચાયત અધિનિયમો અને તે અન્વયેના નિયમો હસ્તકની તમામ કામગીરી પંચાયત મંત્રી દ્વારા કરવામાં આવે અને મહેસૂલ વિભાગના વિવિધ અધિનિયમો તથા તે અન્વયેના નિયમો હસ્તકની તમામ કામગીરી મહેસૂલી તલાટી દ્વારા કરવામાં આવે તેવો સિદ્ધાંત સ્વીકારવો ઉચિત જણાય છે. તદુપરાંત, સરકારશ્રીની યોજનાઓમાં વ્યક્તિલક્ષી અને વિકાસલક્ષી કામો પંચાયત મંત્રી દ્વારા કરવામાં આવે; તથા ખેત-જમીનના રેકર્ડ આધારિત દસ્તાવેજો, હદ નિશાન, ખાણ-ખનિજ તેમજ ગૃહ વિભાગના કાયદાઓ અન્વયે ગ્રામ્યકક્ષાએ કરવાની થતી તમામ કામગીરી મહેસૂલી તલાટી દ્વારા કરવામાં આવે તે યોગ્ય છે. ઉક્ત સિદ્ધાંતોના આધારે, મહેસૂલી તલાટી અને પંચાયત મંત્રી વચ્ચે કામગીરી તથા જવાબદારીઓની વહેંચણી કરવાની અને મહેસૂલ વિભાગ હસ્તકના મહેસૂલી તલાટીઓ માટે નવેસરથી જોબ-ચાર્ટ નિયત કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.
મહેસૂલ વિભાગના સંદર્ભ (૧) હેઠળના ઠરાવથી મહેસૂલ વિભાગ હસ્તકના મહેસૂલી તલાટીઓ માટે, તેમજ સંદર્ભ (૨) હેઠળના ઠરાવથી પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હસ્તકના તલાટી-કમ-મંત્રીઓ માટે જોબ-ચાર્ટ નિયત કરવામાં આવેલ છે.
મહેસૂલી તલાટી અને પંચાયત મંત્રીની જોબ-ચાર્ટ નિયત કરવાની કામગીરીમાં, પંચાયત અધિનિયમો અને તે અન્વયેના નિયમો હસ્તકની તમામ કામગીરી પંચાયત મંત્રી દ્વારા કરવામાં આવે અને મહેસૂલ વિભાગના વિવિધ અધિનિયમો તથા તે અન્વયેના નિયમો હસ્તકની તમામ કામગીરી મહેસૂલી તલાટી દ્વારા કરવામાં આવે તેવો સિદ્ધાંત સ્વીકારવો ઉચિત જણાય છે. તદુપરાંત, સરકારશ્રીની યોજનાઓમાં વ્યક્તિલક્ષી અને વિકાસલક્ષી કામો પંચાયત મંત્રી દ્વારા કરવામાં આવે; તથા ખેત-જમીનના રેકર્ડ આધારિત દસ્તાવેજો, હદ નિશાન, ખાણ-ખનિજ તેમજ ગૃહ વિભાગના કાયદાઓ અન્વયે ગ્રામ્યકક્ષાએ કરવાની થતી તમામ કામગીરી મહેસૂલી તલાટી દ્વારા કરવામાં આવે તે યોગ્ય છે.
ઉક્ત સિદ્ધાંતોના આધારે, મહેસૂલી તલાટી અને પંચાયત મંત્રી વચ્ચે કામગીરી તથા જવાબદારીઓની વહેંચણી કરવાની અને મહેસૂલ વિભાગ હસ્તકના મહેસૂલી તલાટીઓ માટે નવેસરથી જોબ-ચાર્ટ નિયત કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.