૮૦ માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે શ્રેષ્ઠ કામગીરી માટે થયેલ સન્માનની એક ઝલક

        ૮૦ માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ નવ રચિત તાલુકા નાનાપોંઢા ખાતે યોજાયેલ હતો જેમાં જેમાં વિવિધ શાખાના કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું. જે અંતર્ગત તાલુકા પંચાયત ખાતે મા. તાલુકા વિકાસ અધિકારી, નાનાપોંઢા શ્રી પ્રિતેશભાઈ બારીયા સાહેબ તથા તલાટી કમ મંત્રી અંભેટી શ્રી કૃણાલભાઈ પંડ્યા અને તલાટી કમ મંત્રી લવછા શ્રી કલ્પેશભાઈ પટેલ  ને ૨૨,૨૩ જુલાઈ ૨૦૨૬ ના પૂર દરમ્યાન પૂર ગ્રસ્ત વિસ્તાર તથા પૂર ગ્રસ્ત લોકો માટે કરાયેલ શ્રેષ્ઠ કામગીરીનું પ્રમાણપત્ર એનાયત કરવા માં આવ્યું.
        તેમજ કપરાડા તાલુકામાં તાલુકા પંચાયત કપરાડા દ્વારા કપરાડા તાલુકા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ શ્રી ચેતનભાઈ કુંવરને શ્રેષ્ઠ કામગીરીનું પ્રમાણપત્ર એનાયત કરવા માં આવ્યું.

Previous Post Next Post